ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખી ગ્રામ પંચાયત નારગોલ દ્વારા પંચાયત કર્મીઓને RainCoat વિતરણ કરાયા
ઉમરગામ તાલુકાની નારગોલ ગ્રામ પંચાયત દ્વારા પંચાયતમાં કામ કરતા પાણી પુરવઠા સ્ટાફ, વાયર મેન, નિયંત્રણ મુકદમો, પટાવાળા, કોમ્પુટર ઓપરેટરો સ્ટાફને રૈન કોટ વિતરણ કરવામાં આવ્યા હતા.
હાલમાં ચોમાસાની સિઝનને ધ્યાને રાખી ગ્રામ પંચાયત સરપંચ સ્વીટીબેન યતીનભાઈ ભંડારી તેમજ તલાટી કમ મંત્રી દિપાલીબેન પાટીલના હસ્તે પંચાયતના વિવિધ વિભાગના કર્મચારીઓને રેઇનકોતનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પંચાયતની કામગીરીમાં તત્પર રહેનારા પંચાયત સ્ટાફની કાળજી રૂપે પંચાયત દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી રૈનકોટ વિતરણ કરવામાં આવ્યા હતાં. તો એ ઉપરાંત સરપંચ દ્વારા બોલાવેલી સમીક્ષા બેઠકમાં સ્ટ્રીટ લાઈટનું કામ કરનારા વાયરમેન સ્ટાફને સલામતીના સાધનો પણ આપવામાં આવશે તેવી જાહેરાત સરપંચ સ્વીટીબેન ભંડારીએ કરી હતી.
...