Friday, October 18News That Matters

Tag: Public hearing of 8 more companies for precious minerals found in the soil of Kutch amid rampant scams of mineral theft royalty theft

ખનીજ ચોરી, રોયલ્ટી ચોરીના ગાજતા કૌભાંડો વચ્ચે કચ્છની ધરતીમાં ધરબાયેલ મોંઘા ખનીજ માટે વધુ 8 કંપનીઓની લોક સુનાવણી! 

ખનીજ ચોરી, રોયલ્ટી ચોરીના ગાજતા કૌભાંડો વચ્ચે કચ્છની ધરતીમાં ધરબાયેલ મોંઘા ખનીજ માટે વધુ 8 કંપનીઓની લોક સુનાવણી! 

Gujarat, National
કચ્છમાં મોટાપાયે સરકારને રોયલ્ટી ચૂકવતા ખાણ ઉદ્યોગમાં એટલા જ મોટાપાયે કરચોરીના અને ખનીજ ચોરીના કૌભાંડો આચરાઈ ચુક્યા છે તેમજ આચરાઈ રહ્યા છે. ત્યારે કચ્છના મહામુલા ખનીજોને ઉલેચવા માટે વધુ 8 જેટલી કંપનીઓનું આગામી 6 સપ્ટેમ્બર અને 13 સપ્ટેમ્બરે પબ્લિક હિયરિંગ યોજાવાનું છે. પ્રતીકાત્મક તસ્વીર.....   ગુજરાત રાજ્યના કુલ ખનીજમાંથી લગભગ 75% જેટલું ખનીજ માત્ર કચ્છમાં જ ઉત્પન્ન થાય છે. ઉપલબ્ધ મુખ્ય ખનિજોમાં સફેદ માટી, ચાઇના કલે, સિલિકા રેતી, બોકસાઇટ, લિગ્નાઇટ, જીપ્સમ, લાઈમ સ્ટોન, પોઝઝોલૉનિક માટી, લેટેરાઈટ તેમજ ગૌણ ખનિજોમાં બેન્ટોનાઈટ, બ્લેકટ્રેપ, હાર્ડ મોરમ, સોફટ મોરમ, બિલ્ડિંગ લાઈમ સ્ટોન, સાદી  રેતી, સામાન્ય ક્લે વગેરેનો સમાવેશ થાય છે. જે માટે જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનિજ વહીવટ અરજી અને નોંધણી પ્રક્રિયા, હરાજી દ્વારા ખાણકામ લીઝ, ક્વોરી લીઝ, ક્વોરી  પરમિટ આપવા સહિતની કામગીર...