વાપીની KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિઝ કોલેજ ખાતે પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીનું આયોજન કરાયું
વાપીના ચણોદ સ્થિત KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિઝ કોલેજ ખાતે પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2023-2024 દરમ્યાન એકેડેમિક તેમજ સ્પોર્ટ્સ, કલ્ચર ઇવેન્ટમાં કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
કોલેજના KBS એન્ડ નટરાજ ઓડિટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં કોલેજના ચેરમેન એ. કે. શાહ અને અતિથિ વિશેષ સ્ટેટ વર્કિંગ કમિટીના મેમ્બર યુતિ પ્રદીપ ગજરે ઉપસ્થિત રહ્યા હતાં જેઓના હસ્તે કોલેજના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ અભ્યાસ, રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કોલેજનું નામ રોશન કરતા રહે તેવું ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની 2023-2024 અંગે શાળાના પ્રિન્સિપાલ પૂનમ ચૌહાણે જણાવ્યું હતું કે, આ સેરેમનીના આયોજનનો ઉદેશ્ય વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરી પ...