હુબરગ્રુપ ઇન્ડિયાએ રોટરી વાપી રિવરસાઇડના સહયોગથી ફરતું દવાખાનું (Mobile Dispensary) શરૂ કર્યું
Printing ink અને Chemical Specialist company તરીકે જાણીતા Huber Group India (હુબર ગ્રુપ ઇન્ડિયા) એ 4 નવેમ્બર 2022 માં વલસાડ જિલ્લાના ગ્રામીણ લોકોના આરોગ્યની સંભાળ માટે મેડીકલ વેનનો શુભારંભ કર્યો હતો. જેના પાંચ મહિના બાદ 23 માર્ચ 2023માં હુબરગ્રુપ ઇન્ડિયાએ વધુ બે mobile dispensary (ફરતું દવાખાનું) ની સેવા શરૂ કરી છે. કુશળ ડૉક્ટર્સ, નર્સ અને જરૂરી તબીબી સાધનો, દવાઓ સાથેની આ અદ્યતન મોબાઈલ ડિન્સ્પેન્સરીથી વલસાડ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકો ઘરબેઠા આરોગ્યનો લાભ મેળવી શકશે.
દંત ચિકિત્સા અને આંખની સારસંભાળ માટે શરૂ કરેલ આ ફરતું દવાખાનું છે. જે દર અઠવાડિયે વલસાડ જિલ્લાના 16 અંતરિયાળ ગામોમાં જશે. જેમાં સ્થાનિક ગામલોકો આંખ-દાંત ની સ્થળ ઉપર જ તબીબી તપાસ કરાવી શકશે. પ્રોજેક્ટ "ફરતું દવાખાનુ" નો પ્રકલ્પ હુબરગ્રુપ ઇન્ડિયાએ બિન-નફાકારક સંસ્થા એવી રોટરી વાપી રિવરસાઇડના સહયોગથી શરૂ કર્યો છે. આ સંસ્...