1લી નવેમ્બરે 182 વિધાનસભા મતવિસ્તારોમાં વડાપ્રધાનનું સંબોધન, વાપીના VIA ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ
આવનારા દિવસોમાં ગુજરાતમાં વિધાનસભા ચુંટણી 2022ની તૈયારીઓના ભાગરૂપે ભાજપે કમર કસી છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરે રાજ્યમાં ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલી સંબોધન કરશે. વડાપ્રધાનનું આ વર્ચ્યુઅલ સંબોધનનું ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો પર જીવંત પ્રસારણ થશે. આ અંતર્ગત મંગળવારે VIA કોન્ફરન્સ હોલમાં નાણામંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં ભાજપ સંગઠનના હોદ્દેદારોની બેઠક મળી હતી.
VIA ખાતે મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત નાણામંત્રીએ માર્ગદર્શન આપી કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 1 નવેમ્બરના સાંજે 5 વાગ્યે વડા પ્રધાન મોદી નવી દિલ્હીથી ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરશે. આ માટે વાપીના VIA ગ્રાઉન્ડમાં મોટી સ્ક્રીન લગાવવામાં આવશે. જ્યાં કાર્યકરો અને હોદ્દેદારો એ હાજર ...