Monday, February 24News That Matters

Tag: Police personnel including DySP in Vapi meet with garba organizers appeal with necessary suggestions to celebrate Navratri festival in religious atmosphere

વાપીમાં DySP સહિત પોલીસ કર્મચારીઓની ગરબા આયોજકો સાથે બેઠક, નવરાત્રી મહોત્સવ ધાર્મિક વાતાવરણમાં ઉજવવા જરૂરી સૂચનો સાથે અપીલ કરી

વાપીમાં DySP સહિત પોલીસ કર્મચારીઓની ગરબા આયોજકો સાથે બેઠક, નવરાત્રી મહોત્સવ ધાર્મિક વાતાવરણમાં ઉજવવા જરૂરી સૂચનો સાથે અપીલ કરી

Gujarat, National
વાપીમાં VIA હોલ ખાતે વાપી ડિવિઝનના DySP એ. કે. વર્મા, DySP કુલદીપ નાઈ તેમજ વાપી, ઉમરગામ, ડુંગરા, કપરાડા, નાનાપોઢા ના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના જવાનોએ ગરબા આયોજકો સાથે બેઠક કરી હતી. આગામી દિવસોમાં શરૂ થનાર ગરબા મહોત્સવમાં કેવી તકેદારી રાખવી તે અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવા ગરબા આયોજકો સાથે યોજાયેલ આ બેઠકમાં વલસાડ પોલીસ દ્વારા મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતાં. આ અંગે DySP એ. કે. વર્મા અને ડીવાયએસપી કુલદીપ નાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગરબા મહોત્સવ શરૂ થવાનો છે. ત્યારે હાલમાં કેટલાક દિવસથી યુવા વયના લોકોમાં હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે. જે સંદર્ભે વાપી તાલુકા સહિત વલસાડ જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે સતર્કતા જાળવવી જરૂરી છે. ઉત્સવના તહેવારને માતમમાં ફેરવાતા અટકાવવા ગરબા આયોજકોને જરૂરી સૂચનો આપવા આ બેઠક યોજાઈ હતી. જેમાં જે મોટા ગરબા આયોજકો છે તે ગરબા સ્થળે મેડિ...