વાપી GIDCની કંપનીમાં જુગાર રમતા 7 ઉદ્યોગપતિ-વેપારીઓને પોલીસે 9.25 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
વાપી GIDC ના 2nd ફેઇસમાં જર્મન ઇંક ની બાજુમાં આવેલ સમોર ઇન્ડસ્ટ્રીઝ કંપનીની ઓફિસમાં મનોરંજન અધિકારના પરવાના વગર પૈસા નો હાર જીતનો જુગાર રમતા 7 ઉદ્યોગપતિ-વેપારીઓને GIDC પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
શ્રાવણ માસ પૂરો થઈ ગયો હોવા છતાં પણ અઠંગ જુગારીયાઓએ જુગાર રમવાનું છોડ્યું નથી. ત્યારે વાપી GIDC પોલીસે વાપી GIDC માં પ્લોટ નંબર 303/5-B 2nd ફેઈસમાં આવેલ સમોર ઇન્ડસ્ટ્રીઝનો માલિક દશરથ પંચાલ કંપનીની ઓફિસમાં જ જુગારધામ ચલાવી જુગાર રમાડતો હોવાની બાતમી આધારે રેઇડ કરી 7 જુગારિયાઓને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
પોલીસ વિભાગમાંથી મળેલી વિગતો મુજબ પોલીસે જુગારધારા કલમ 4,5 મુજબ સમોર ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં રેઇડ કરી હતી જેમાં
(1) દશરથ ઈશ્વર પંચાલ, ઉંમર વર્ષ 54, ધંધો-વેપાર, રહેવાસી અવધ હેલીકોનિયા હોમ, A-11, ટુકવાડા-વાપી
(2) કરણ હરેશ ભગત, ઉંમર...