કાકડકોપર ગામના ભગતનું અપહરણ કરનારા 5 અપહરણકારોને પોલીસે ઝડપી પાડ્યા, 10 કરોડની લાલચમાં કર્યું હતું અપહરણ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડકોપર ગામે 20મી સપ્ટેમ્બરે મંદિરમાં પૂજા પાઠ કરતા રિતેશ અંધેર ઉર્ફે ભગત નામના ઇસમનું અપહરણ કરનારા 5 લોકોની પોલીસે ધરપકડ કરી છે. ગાડી બંગલો ધરાવતા ભગત પાસેથી 10 કરોડ રૂપિયા પડાવવાની લાલચમાં અપહરણ કરનારાઓને આખરે એક પણ રૂપિયો નહિ મળે તેવું લાગતા ભગત ને માર મારી નિર્જન સ્થળેથી હાઇવે પર છોડી નાસી ગયા હતા. જેનો ભેદ ઉકેલી પોલીસે પાંચેય અપહરણકારોની ધરપકડ કરી છે. જો કે પોલીસે એ સાથે દોઢેક વર્ષ અગાઉ રીતેશનું અપહરણ કરી રકમ પડાવવાનો ગુન્હો ઉકેલી નાખવામાં પણ સફળતા મેળવી છે.
વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી કે, રિતેશ અંધેર ઉર્ફે ભગત નું અપહરણ કરનારા 5 પૈકી એક યુવક રીતેશના જ ગામનો અને અન્ય 4 યુવકો સેલવાસના છે. આ યુવકોએ રિતેશ પાસે બે કાર બંગલો અને પૈસા હોવાથી 20મી સપ્ટેમ્બરે કપરાડાના કાકડકોપર ગામથી અપહરણ કર્યું હતું....