
વાપીમાં કેદીવાનમાંથી ફરાર બંને રીઢા ચોરને ઝડપી પાડવા પોલીસે 4 જેટલી ટીમ બનાવી વલસાડ જિલ્લા સહિત મહારાષ્ટ્ર-બિહારમાં તપાસ હાથ ધરી
વાપીમાં ઘરફોડ ચોરીના બે આરોપી હાઈવે પર ટ્રાફિકનો લાભ લઈ છટકી જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. વાપી ટાઉન પોલીસના હાથે ઝડપાયેલા બંને ઘરફોડ અને મોબાઈલ ચોરીના આરોપીઓને પોલીસ ઝાપતા હેઠળ કેદીવાનમાં નવસારી સબજેલમાં લઈ જતી વખતે ટ્રાફિકજામનો ફાયદો લઈ બન્ને આરોપીઓ વાનમાંથી ઉતરી ફરાર થઈ ગયા હતાં. જેને શોધવા પોલીસે નાકાબંધી કરવા ઉપરાંત 4 જેટલી ટીમની રચના કરી વલસાડ જિલ્લા સહિત મહારાષ્ટ્રમાં અને બિહાર માં તપાસ હાથ ધરી છે.
ગુરુવારે રાત્રે 8 વાગ્યા આસપાસ વાપી ટાઉન પોલીસ મથંકમાં ઘરફોડ અને મોબાઇલ ફોન ચોરીમાં ઝડપાયેલા બે પાસવાન ભાઇઓ અનુક્રમે જયનંદન ઉર્ફે લિલ્લા ગણેશ પાસવાન અને પ્રશાંત ઉર્ફે રાહુલ ગણેશ પાસવાનને નવસારી સબ જેલમાં મુકવા જઇ રહેલી કેદીવાન વાપી હાઇવે પર ટ્રાફિકમાં ફસાઈ હતી. એ દરમ્યાન બન્ને કેદીઓએ પોલીસને ચકમો આપી ફરાર થઇ જતા જિલ્લાનું પોલીસ તંત્ર દોડતું થયું.
આધાર ભુ...