વાપીમાં રથયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે પોલીસની ડ્રોન કેમેરાથી ચાંપતી નજર
સમગ્ર રાજ્યમાં રથયાત્રા પર્વને લઈને પોલીસ સુરક્ષા બંદોબસ્ત માં વ્યસ્ત બની છે. વલસાડ જિલ્લામાં પણ વલસાડ, પારડી, વાપીમાં આવેલ જગન્નાથજી મંદિરેથી ભવ્ય રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને જિલ્લા પોલીસ વડાએ દરેક ધર્મના લોકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી જરૂરી સૂચનો આપ્યા હતાં. તો, વાપી ટાઉન વિસ્તારમાં પોલીસે ડ્રોન કેમેરાની મદદથી આસપાસના વિસ્તારનો એરિયલ વ્યુ લઈ સુરક્ષા અંગેની ચકાસણી કરી હતી. પોલીસે તમામ ધર્મના વડાઓની અપીલ કરતા વીડિઓ પણ દરેક સોશ્યલ મીડિયામાં ફેરવી પર્વ દરમ્યાન કોમી એકતા જળવાય રહે તેવી અપીલ કરાવી છે.
અષાઢી બીજના ભગવાન જગન્નાથ શહેરની નગરચર્યા એ નીકળવાના છે. 2 વર્ષ બાદ આ વર્ષે દરેક શહેરમાં આવેલ જગન્નાથજી મંદિરેથી ભવ્ય રથયાત્રા નીકળવાની છે. જે માટે ભક્તો અને મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તો, ભગવાન જગન...