
વાપી રેલવે સ્ટેશન પર બનતી ચોરી ની ઘટના અને દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે :- પશ્વિમ રેલવે ડિવિઝનના પોલીસ વડા
વાપી રેલવે સ્ટેશન પર બનતી ચોરીની ઘટનાઓ, દારૂની હેરાફેરી જેવા દુષણ પર રોક લાગે, રેલવે પોલીસ જવાનોને પોતાના અલાયદા પોલીસ સ્ટેશનની, પોલીસ કવાટર્સની સુવિધા મળે તેવી ખાતરી વાપી રેલવે સ્ટેશને વાર્ષિક ઇન્સ્પેકશન માટે વડોદરાથી આવેલ પશ્ચિમ રેલવે ડિવિઝનના IPS અધિકારી સરોજ કુમારીએ આપી હતી. વાપી રેલવે સ્ટેશનને પશ્વિમ રેલવે ડિવિઝન વડોદરા ના પોલીસવડા સરોજ કુમારી વાર્ષિક ઇન્સ્પેકશનના ભાગ રૂપે પધાર્યા હતાં. IPS અધિકારી એ રેલવે પોલીસની વર્ષ દરમ્યાન થયેલ તમામ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી. પોલીસ કર્મચારીઓને પડતી સમસ્યાઓ સાંભળી હતી.
વાપી રેલવે સ્ટેશને વાર્ષિક ઇન્સ્પેકશન માટે આવેલા પોલીસવડા સરોજ કુમારીએ જણાવ્યું હતું કે, વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે તેમની આ મુલાકાત છે. વાર્ષિક ઇન્સ્પેક્શનને ધ્યાનમાં રાખીને વાપી રેલવે સ્ટેશનને આવવાનું થયું છે. જેમાં તેઓ પોલીસની તમામ કાર્યવાહીથી રૂબરૂ થયા છે. અધિક...