દાદરા નગર હવેલીની નમો મેડિકલ કોલેજમાં સરકારી નોકરીની લાલચ આપી 1.28 કરોડની ઠગાઈ કરનાર એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી
કેન્દ્રશાસિત દાદરા નગર અને હવેલીના સાયલી ખાતે આવેલી નમો મેડિકલ કોલેજમાં સરકારી - નોકરીની લાલચ આપી 1.28 કરોડની છેતરપીંડી કરનાર એક વ્યક્તિની DNH પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દાદરા નગર હવેલી અને ગુજરાતના 120થી વધુ યુવાનો સાથે 2 વ્યક્તિઓએ સરકારી નોકરી આપવવાના બહાને છેતરપીંડી કરી કુલ 1.28 કરોડની રકમ પડાવી લીધી છે. જે અંગે સેલવાસ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પકડાયેલ વ્યક્તિએ તેના સાથીદાર સાથે મળી સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનોને DNH ની નમો મેડિકલ કોલેજમાં સરકારી નોકરી અપાવવાના બહાને વ્યક્તિદીઠ 3-3 લાખ રૂપિયા લીધા હતાં.
આ અંગે દાદરા નગર હવેલી પોલીસે આરોપીના ફોટો સાથે એક પ્રેસનોટ બહાર પાડી છે. જેમાં આપેલ વિગતો મુજબ સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં બે વ્યક્તિ કેટલાક લોકોનું મેડિકલ કરાવી રહ્યા હતા તે સમયે ત્યાં ફરજ પરના પોલીસને શંકા જતાં તેઓની પૂછપરછ કરી હતી.
પોલીસ...