ઇન્ડિયાપાડામાં ત્રીનેશ્વર ખાતે 10.50 કરોડના 51 શક્તિપીઠના નિર્માણ માટે શિવમહાપુરાણ કથાનું આયોજન
વલસાડ જિલ્લાના ભિલાડ નજીક આવેલ ઇન્ડિયા પાડા ખાતે ભક્તોની આસ્થાના પ્રતીક સમાં ત્રીનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં 10.50 કરોડના ખર્ચે 51 શક્તિપીઠ, ગૌશાળા, અન્નક્ષેત્ર, ધર્મશાળાના નિર્માણ માટે મંદિરના પૂજારી ગજું મહારાજ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા વિદ્વાન 4 પંડિતબંધુઓના મુખેથી આ સંગીતમય કથાનું રસપાન કરવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત થઈ રહ્યા છે.
ભિલાડ નરોલી માર્ગ પર આવેલ ઇન્ડિયા પાડા ખાતે શિવભક્ત ગજું મહારાજ દ્વારા ભવ્ય ત્રીનેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર ભોળાનાથના ભક્તો માટે દિવસોદિવસ આસ્થાના પ્રતીક તરીકે વિખ્યાત થઈ રહ્યું છે. ત્યારે અહીં જ 51 શક્તિઓનું શક્તિપીઠ બને, ભક્તો માટે રહેવાની વ્યવસ્થા સાથેની ધર્મશાળા બને, અન્નક્ષેત્ર બને, ગૌશાળા બને, કન્યાઓના શિક્ષણ માટે શિક્ષણ સંકુલ બને તેવા ઉદેશ્ય સાથે તેના નિર્માણ પહેલા 27...