કચ્છના માંડવીમાં બાડા ગામે GHCL ના પ્લાન્ટમાં પર્યાવરણના ભોગે ગામલોકોને રોજગારી આપવાના ગુલાબી સપના!
કચ્છના માંડવી તાલુકાના બાડા ગામે GHCL કંપની ગ્રીનફિલ્ડ કેમિકલ કોમ્પ્લેક્સ આધારિત 3000 TPDની ક્ષમતાનો લાઇટ સોડા એશ પ્લાન્ટ, 1500 TPDની ક્ષમતાનો ડેન્સ સોડા એશ, 600 TPD ક્ષમતાનો સોડિયમ બાયકાર્બોનેટ સાથે ધન ઇંધણ આધારિત 120 મેગાવોટનો કેપ્ટિવ કો-જનરેશન પાવર પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ માટે આગામી 6 એપ્રિલના રોજ કચ્છના માંડવી તાલુકાના બાડા ગામે જન સુનાવણી યોજાવાની છે. જો કે આ પ્લાન્ટ કચ્છના દરિયા કાંઠાને પ્રદુષિત કરશે તેવી ભીતિ પર્યાવર્ણવિદો સેવી રહ્યા છે.
સૂચિત પ્રોજેક્ટ માટે અંદાજિત 1350 એકર જમીનની દરખાસ્ત છે. પ્લાન્ટ માં કાચા માલ જેમ કે મીઠું, કોક, લિગ્નાઇટ લાઇમ સ્ટોન (ચૂનાનો પત્થર વગેરે ઉપલબ્ધતા ધ્યાને રાખી બાડા ગામ નજીક પસંદગી ઉતારી છે, પ્રોજેક્ટ સાઇટથી 10 કિમીની ત્રિજ્યાનો વિસ્તાર મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારમાં છે. જમીનમાં રેતીનું પ્રમાણ વધારે છે. અહીંના ખેડૂતો કપાસની ખેત...