વાપી ટાઉન પોલીસના કર્મચારીઓને ફરજ દરમ્યાન ઉદ્દભવતી શારીરિક સમસ્યાઓના નિરાકરણ અંગે ફિઝિયો સેમિનારનું આયોજન કરાયું
પોલીસ જવાનોની નોકરી સતત સતર્ક રહી ફરજ બજાવવાની છે. ત્યારે આ ફરજ દરમ્યાન પોલીસ જવાનોને અનેક નાનીમોટી શારીરિક સમસ્યા ઉદભવે છે. સતત ઉભા રહેવાથી કે દોડધામ કરવાથી કમર, ઘૂંટણ, પગના દુખાવા ઉપડે છે. એવા સમયે કેવી કસરતો હિતાવહ છે. તે અંગે વાપીના ચલા ખાતે કાર્યરત ફિઝિયો 360 નામની સંસ્થાએ ટાઉન પોલીસ સ્ટેશને પોલીસ કર્મચારીઓ સાથે એક સેમિનારનું આયોજન કરી વિવિધ શારીરિક સમસ્યાઓનું માર્ગદર્શન અને તેના ઉપાયો માટેની કસરત કરાવી દુઃખાવામાંથી રાહત આપવા પ્રયાસ કર્યો હતો.
વાપીમાં શનિવારે વાપી ટાઉન ખાતે એક ફિઝિયો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર અંગે ટાઉન PI બી. જે. સરવૈયાએ વિગતો આપી હતી કે પોલીસ જવાનો 24 કલાક પોતાની ફરજ બજાવે છે. આ ફરજ દરમ્યાન તેમને બેક પેઇન, ઘૂંટણના કે પગના દુઃખવાની, સ્નાયુ ખેંચાઈ જવા સહિતની સમસ્યા ઉભી થાય છે. આ પ્રકારના દર્દમાં કેવી રીતે સામાન્ય કસરત...