
વરસાદી ઝરમર અને વીજળીના ચમકારે વલસાડ-સંઘપ્રદેશના લોકોએ ઉત્સાહભેર હોલિકા દહન સાથે હોળી માતાની પૂજા કરી
વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં વરસાદી માહોલ વચ્ચે લોકોએ ઉત્સાહભેર હોલિકા દહન કરી હોળીમાતાની પૂજા કરી હતી. વાપીમાં ટાઉન વિસ્તાર અને બલિઠા જેવા ગ્રામ્ય વિસ્તારમાં તેમજ દમણ દાદરા નગર હવેલીમાં વિવિધ સમાજના આગેવાનો સંસ્થાઓ, નગરજનો, ગ્રામ્યલોકોએ હોલિકા દહનના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
એક તરફ હોલીમાતાની જ્વાળાઓ લબકારા મારતી હતી તો બીજી તરફ આકાશમાં વીજળી ચમકારા કરતી હતી. આ અનોખા માહોલ વચ્ચે લોકોએ હોલીમાતા ની પ્રદક્ષિણા કરી પરિવાર, સમાજ, દેશ, વિશ્વની સુખકારીના આશીર્વાદ માંગ્યા હતા.
વાપીમાં હનુમાન મંદિર ચોક ખાતે અનાવિલ સમાજ દ્વારા દર વર્ષે ભવ્ય હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. એ જ રીતે બલિઠા માં સ્થાનિક યુવાનો દ્વારા હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. બલિઠા ખાતે યોજાયેલ હોલિકા દહન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો, બાળકો, યુવાનો ઉપસ્થ...