
વાપીમાં દશેરા નિમિતે રજવાડીના સીંગતેલમાં બનેલા ફાફડા અને શુદ્ધ ઘીની જલેબી લેવા લોકોની પડાપડી
સ્વાદના શોખીનો માટે દશેરાનું પર્વ એટલે ફાફડા જલેબીનું પર્વ...ગુજરાતી મેનુમાં ફાફડા જલેબીનું સ્થાન હરહમેશ અવિચળ રહ્યું છે. પરંતુ, દશેરાના દિવસે ફાફડા જલેબી આરોગવા માટે આખું ગુજરાત ફરસાણના સ્ટોલ પર ઉમટી પડે છે. ત્યારે વાપીમાં દશેરા નિમિતે રજવાડીના સીંગતેલમાં બનેલા ફાફડા અને શુદ્ધ ઘીની જલેબી ખરીદવા લોકો દશેરા પર્વની પૂર્વ રાત્રીએ જ ઉમટી પડ્યાં હતા.
વાપીમાં દશેરા પર્વ નિમિત્તે સ્વાદિષ્ટ ફાફડા જલેબી માટે જાણીતા રજવાડી ફાફડા જલેબી બનાવતા જીતુભાઈએ કોરોના કાળના 2 વર્ષ બાદ આ વર્ષે ફરી 4 દિવસ માટે સીંગતેલમાં બનેલા ફાફડા અને શુદ્ધ ઘીની જલેબીનું વેંચાણ કરવા સ્ટોલ ઉભો કર્યો છે. જ્યાં વાપીવાસીઓ દશેરા પર્વની પૂર્વ રાત્રીએ જ ફાફડા જલેબી ની જયાફત માણવા પહોંચ્યા હતાં.વાપીવાસીઓએ સ્થળ પર જ ગરમાગરમ ફાફડા જલેબી આરોગ્યા હતાં. તેમજ વહેલી સવારે સહપરિવાર સાથે પણ ફાફડા જલેબી ખાઈ શકે તે માટે પાર્સલ પેકિંગ...