વાપી GIDCમાં કામદારો માટે હેરંબા ઇન્ડસ્ટ્રીઝે VIA-GIDC-નોટિફાઇડના સહયોગમાં CSR ફંડમાંથી ગ્રીન સ્પેસમાં બનાવ્યું પૅ-એન્ડ-યુઝ શૌચાલય-સ્નાનગૃહ
વલસાડ જિલ્લાના વાપી અને સરીગામ GIDC માં તેમજ મુંબઈ સ્થિત અગ્રણી કેમિકલ કંપની હેરંબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે પોતાના CSR ફંડમાંથી વાપી GIDC માં આવાગમન કરતા કામદારો તેમજ ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ ડ્રાઇવર, ક્લીનર માટે મહત્વની સુવિધા ઉભી કરી અન્ય ઉદ્યોગકારો માટે અનુકરણીય પહેલ કરી છે.
હેરંબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા વાપી GIDC ના 3rd ફેજ વિસ્તારમાં એક પૅ એન્ડ યુઝ શૌચાલય, સ્નાનગૃહ અને સેનેટરીની સુવિધા ઉભી કરી છે. કંપનીએ વાપી GIDC, નોટિફાઇડ, VIA અને ગ્રીન પબ્લિક ફેસિલિટીના સહયોગથી કંપનીના CSR ફન્ડમાંથી આ શૌચાલય બનાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવા કરેલા આ અનોખા સાહસ બાદ શુક્રવારે કંપનીના ચેરમેન આર. કે. શેટ્ટી, VIA ના પ્રમુખ કમલેશ પટેલના હસ્તે તેનું ઉદ્ઘાટન કરી જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આ પબ્લિક ટોયલેટ અંગે કંપનીના ચેરમે...