વલસાડના પાંડે પરિવારે માતૃશ્રી સ્વ. મીનાબેન કૈલાશનાથ પાંડેની પુણ્યતિથિ નિમિત્તે મ્યુનિસિપલ હોસ્પિટલમાં 10 લાખ રૂપિયાની જીવનરક્ષક દવાઓ, ગ્લુકોઝ બોટલોનું વિતરણ કર્યું
વલસાડ શહેરના છીપવાડ સ્થિત પાંડે પરિવાર ના મોભી સ્વ. કૈલાશનાથ અમરનાથ પાંડે દ્વારા તેમના ધર્મપત્ની સ્વ.મીનાબેન પાંડે ની પુણ્યતિથિ નિમિત્તે વલસાડ નગરપાલીકા સંચાલીત મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ લોકો ને સહાયરૂપ થવાના શુભ આશ્રય સાથે વિવિધ જીવનરક્ષક દવાઓ અને વિવિધ ગલોકોઝ ની બોટલો નું નિઃશુલ્ક વિતરણ નું સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. માનવ સેવા ના કાર્ય તેમના સંતાનો, પરિજનો, એમ.આર.મિત્ર વર્તુળ, અન્ય મિત્રો ના સહયોગથી અવિરત ચાલુ રાખી 15માં વર્ષે રૂપિયા 10 લાખની દવાઓ જેમાં, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, વિવિધ ગ્લુકોઝની બોટલો નંગ 4460 નું નિઃશુલ્ક વિતરણ વલસાડ ના આગેવાનોની ઉપસ્તીથીમાં કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પાંડે પરિવારના વડીલ પ્રભાશંકર પાંડે, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી ઇલિયાસ મલેક, વલસાડ મહિલા અને બાળ વિકાસ સમિતિ અધ્યક્ષા સોનલબ...