રાજ્યમાં 1200થી વધુ પેટન્ટ ફાઇલ થઈ, 2200થી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત થયા: CM ભુપેન્દ્ર પટેલ
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે વાપીમાં શ્રી રમણલાલ કુંવરજી દેસાઈ મેમોરીયલ ટ્રસ્ટ સંચાલિત વાણિજ્ય મહાવિદ્યાલય ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ દેશમાં લાગુ થનાર નવી શિક્ષણનીતિએ શિક્ષણવ્યવસ્થાની કાયાપલટ કરી છે. ગુજરાતમાં હાલમાં 1200થી વધુ પેટન્ટ ફાઇલ થઈ હોવાનું અને 2200થી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત થયા હોવાનું જણાવ્યું હતું. તો આત્મનિર્ભર ભારતનો પાયો વાપીમાં રજ્જુ શ્રોફે નાખ્યો હોવાનું નાણાપ્રધા કનું દેસાઈએન જણાવ્યું હતું.
શુક્રવારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ વાપીની મુલાકાતે પધાર્યા હતા. વાપીમાં કોલેજનું ઉદ્ઘાટન કરી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સહિત સમગ્ર દેશ સતત પ્રગતિ કરી રહ્યો છે. જેની પ્રતીતિ આ બજેટમા...