વાપીની SSR નર્સિંગ કોલેજ ખાતે ફર્સ્ટ બર્ન કેસમાં સારવાર અને કોસ્મેટિક સર્જરી અંગે બે દિવસીય સેમિનારનું આયોજન
વાપીમાં આવેલ સાન્દ્રાબેન શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગ ખાતે અભ્યાસ કરતા નર્સિંગ વિદ્યાર્થીઓ માટે 2 દિવસીય કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે પણ મહિલા કે પુરુષ દાઝી જાય અને એવા કેસ હોસ્પિટલમાં આવે ત્યારે તેમને પ્રથમ સારવાર કઈ રીતે આપવી, ચહેરા જેવા દાઝેલા ભાગ પર કોસ્મેટિક સર્જરી કઈ રીતે કરવી તે અંગે નિષ્ણાંત સર્જનો દ્વારા માહિતી માર્ગદર્શન સાથે પેનલ ડિસ્કશન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારના ઉદેશ્ય અંગે સાન્દ્રાબેન શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગ (SSRCN)ના એકેડેમિક એડવાયઝર મેજર જનરલ ટી. કે. ભુટીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત અને મહારાષ્ટ્ર ઔદ્યોગિક ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે. અહીંના અનેક ઉદ્યોગોમાં અવારનવાર બનતી ફાયરની ઘટનામાં કર્મચારીઓ દાઝી જતા હોય છે. એ ઉપરાંત શિયાળામાં તાપણું કરવામાં પણ લોકો દાઝી જતા હોવાના કેસમાં વધારો થાય છે.
ત્...