Part -5- રિવરલીન્ક પ્રોજેકટનો વિરોધ કરનારા એ નથી જાણતા કે વર્ષે દહાડે દક્ષિણ ગુજરાતની નદીઓમાંથી વેડફાઈ જતું પાણી જો બચાવીએ તો તેનો સીધો લાભ કેટલો થશે?
દક્ષિણ ગુજરાતના નવસારીની પૂર્ણાં નદીથી વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની તુમ્બ નદી સુધીમાં અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા, દારોઠા જેવી ડઝનથી વધુ નદીઓ દક્ષિણ ગુજરાતની બારેમાસ વહેતી નદીઓ છે. આ નદીઓ ચોમાસા દરમ્યાન ગાંડીતુર બને છે. અને તેમાં વહેતુ અબજો લીટર પાણી દર વર્ષે અરબસાગરમાં ભળી જાય છે. એમાં પણ ડાંગ, વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ વરસાદી પાણી મેળવતા મહત્વના પ્રદેશ છે. આ વિસ્તારમાં સિઝનનો સરેરાશ 100 ઇંચથી વધુ વરસાદ વરસે છે.
આ પાણીને નદીઓના જોડાણ થકી સૌરાષ્ટ્ર કચ્છ સુધી પહોંચાડી ત્યાંના વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ લાવવાનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારનો છે. તો પાણીનો ઉપયોગ સ્થાનિક લેવલે કપરાડા, ધરમપુર તાલુકાના અને ડાંગ-નવસારી જિલ્લાના ખેડૂતો માટે પણ બારેમાસ ઉપજ મેળવવા નિમિત્ત બનશે. વર્ષ 2022-23ના સામાન્ય બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને રિવર લિંક પ્રોજેકટ...