
પારડી વિધાનસભા બેઠકના પર ભાજપે કનું દેસાઈને ત્રીજી વખત ટીકીટ આપતા પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરી ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો
વાપી :- ગુજરાતની 182 વિધાનસભા પર યોજાનાર ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસ-આપ પાર્ટીએ તેમના ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે ઉમેદવારો જાહેર કરવાની રેસમાં ભાજપે વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા બેઠક પર રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈને ત્રીજી વખત ટીકીટ આપી છે. ધારાસભ્યની ઉમેદવારી માટે ટીકીટ મેળવનાર કનું દેસાઈએ તેમના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન રેલી યોજી પારડી મામલતદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
પારડી મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા પૂર્વે કનું દેસાઈએ પોતાના સમર્થકોનું અભિવાદન ઝીલ્યું હતુઁ. જે બાદ ભાજપ કાર્યકરોની જંગી રેલી સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતાં. ભાજપના પારડી વિધાનસભાના ઉમેદવાર કનું દેસાઈએ 12:39 ના વિજય મુહરત માં પોતાનું નામાંકન ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે તેમણે પોતાની જીતનો દાવો કર્યો હતો. અને ગત ટર્મથી પણ વધુ મતે વિજય મળશે તેવો વિશ્વાસ વ્યક્...