એક તરફ વાપીમાં વિકાસ વરસાદી પાણી અને ખાડામાં પડ્યો છે. ત્યારે, બીજી તરફ 2 દાયકાની વંદે ગુજરાત વિકાસ યાત્રા!
વાપીમાં દર વર્ષ ની સરખામણીએ આ વર્ષે ચોમાસામા રસ્તાઓની હાલત વધુ ખરાબ થઈ છે. અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના બનાવો બની રહ્યા છે.ત્યારે ગુજરાતના 2 દાયકાના વિકાસની ઝાંખી રજૂ કરતી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ વાપીમાં પહોંચ્યો છે.
વાપીમાં PWD સર્કિટ હાઉસ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથને પાલિકા પ્રમુખ અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ લાભાર્થીઓને સરકારી યોજનાના વિવિધ લાભો નું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે વાપીમાં હાલ ચોમાસામાં વિકાસ વરસાદી પાણી અને ખાડામાં પડ્યો હોય પાલિકા પ્રમુખે તમામ ઓળીયોઘોળીયો GUDC પર નાખી દઈ હાથ ખંખેરી લીધા હતાં.
વાપીમાં હાલ તમામ મુખ્ય માર્ગો વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે. તમામ મુખ્ય માર્ગો ખાડામાર્ગ બન્યા છે. એ ઉપરાંત રેલવે ગરનાળા સહિત અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા, શાળાઓમાં પાણી ભરાવાની...