
વાપી નગરપાલિકા અને ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે સફાઈ અભિયાન, રક્તદાન કેમ્પ, લાભાર્થીઓને વિવિધ લાભના કાર્યક્રમનું આયોજન કરાયું
વાપી નગરપાલિકા અને ભાજપ દ્વારા 17 મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન, રક્તદાન કેમ્પ, લાભાર્થીઓને વિવિધ લાભના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નગરપાલિકાના ઉપપ્રમુખ અભય શાહે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર આપ્યો હતો. પ્રમુખ કાશ્મીરા શાહે પ્રાસંગિક પ્રવચનમાં વડાપ્રધાનની યોજનાઓથી સામાન્ય નાગરિકોને થઈ રહેલા લાભ વિશે જણાવ્યું હતું. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈ તથા મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 5 લાભાર્થીઓને ગૃહ પ્રવેશની ચાવી તથા નવા મંજૂર થયેલા ૨૭ લાભાર્થીઓ પૈકી 6 ને આવાસ મંજૂરી હુકમનું વિતરણ થયું હતું. ઉપરાંત આયુષ્માન કાર્ડના 6 લાભાર્થીઓને કાર્ડ વિતરણ તથા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઈ કામદારોને પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા.
મંત્રી કનુભાઈ દેસાઈએ વડાપ્રધાનની યોજનાઓ વિશે વાત...