Friday, October 18News That Matters

Tag: On the final day of the Shraddha Paksha Bapu’s devotees performed Mass Pitru Tarpan and Pinddan at Dungra Ashram in Vapi

શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસે વાપીના ડુંગરા આશ્રમ ખાતે બાપુના સાધકોએ કર્યું સમૂહ પિતૃ તર્પણ અને પિંડદાન

શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસે વાપીના ડુંગરા આશ્રમ ખાતે બાપુના સાધકોએ કર્યું સમૂહ પિતૃ તર્પણ અને પિંડદાન

Gujarat, National
દર વર્ષે ભાદરવા મહિનામાં આવતા શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાનો મહિમા છે. ત્યારે શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસ એવા ભાદરવી અમાસે વાપીના ડુંગરા ખાતે આવેલ આશારામ બાપુ આશ્રમ ખાતે સાધકોએ સમૂહમાં ઉપસ્થિત રહી અંતિમ શ્રાદ્ધ ના દિવસે પિતૃ તર્પણ અને પિંડદાન ક્રિયા કરી પિતૃઓને તૃપ્ત કર્યા હતાં. શ્રાદ્ધ પક્ષના અંતિમ દિને અને મહત્વના શ્રાદ્ધ દિન કહેવાતા દિવસને ધ્યાનમાં રાખીને વાપીના ડુંગરા ખાતે આવેલ આશારામ આશ્રમ ખાતે 1,000 જેટલા સાધકોએ સમૂહ પિતૃ તર્પણ અને પિંડદાન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અંગે ઉપસ્થિત ભગવતી પ્રસાદ પાઠકે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 40 વર્ષથી આશ્રમમાં સેવા આપી રહ્યા છે. તેમના હસ્તે જ આશારામ બાપુએ સર્વપ્રથમ ભૈરવી ખાતે શ્રાદ્ધ ક્રિયા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જે બાદ હાલમાં 140 થી વધુ આશ્રમમાં દર વર્ષે પિતૃના કલ્યાણ માટે શ્રાદ્ધ ક્રિયાનું આયોજન કરવામાં આવે છે. ...