વાપીમાં રક્ષાબંધન પર્વના દિવસે ભુદેવોએ યજ્ઞોપવિત સંસ્કાર વિધિ કરી નવી જનોઈ ધારણ કરી
સનાતન ધર્મમાં રક્ષાબંધન ના દિવસે જ બ્રહ્મ સમાજ 16 સંસ્કાર માના એક એવા યજ્ઞોપવિત સંસ્કાર વિધિ કરે છે. આ દિવસે ભૂદેવો જનોઈ બદલે છે. સાથે જ આખા વર્ષમાં જાણતા-અજાણતા થયેલ પાપ નું પ્રાયશ્ચિત કરે છે. નારીયેલી પૂર્ણિમાના દિવસે વાપીમાં આવેલ શ્રી સલવાવ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા યજ્ઞોપવિત સંસ્કાર વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 55 થી વધુ ભુદેવોએ જનોઈ બદલી હતી. તો, આ પ્રસંગે મરાઠી બ્રહ્મ સમાજ, ઉત્તર ભારતીય બ્રહ્મ સમાજને એક મંચ પર લાવી સમાજના ઉથ્થાંન માટેના પ્રયાસો કરવાના સંકલ્પ લીધા હતાં.
વાપીમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ સંસ્થા ખાતે ભૂદેવો દ્વારા યજ્ઞોપવિત સંસ્કાર વિધિ અને અન્ય રાજ્યના બ્રહ્મ સમાજના આગેવાનોને બોલાવી સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ અંગે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજના પ્રમુખ મિતેષ ત્રિવેદીએ વિગતો આપ...