વાપીમાં 8મી અને 9મી ઓક્ટોબરે જાણીતા કલાકાર પિયુષ રાજાણી અને કૈરવી બુચ ના સંગે ખેલૈયાઓ બોલાવશે ગરબાની રમઝટ
વાપીમાં ચલા વિસ્તારમાં આવેલ ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે જાણીતા ગુજરાતી કલાકારો સંગ 2 દિવસીય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 8મી અને 9મી ઓક્ટોબરે એમ 2 દિવસ આયોજિત આ ગરબા આયોજનમાં મુંબઈના જાણીતા કલાકાર પિયુષ રાજાણી અને વડોદરાના જાણીતા ગુજરાતી ગાયક કૈરવી બુચ ના સંગે વાપીના ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવશે.
વાપીના ચલા વિસ્તારમાં આવેલ ભાઠેલાં પાર્ટી પ્લોટમાં રાસ રમઝટ ગ્રુપ દ્વારા દર વર્ષે નવરાત્રી પછી શરદ પૂનમના દિવસે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 6 વર્ષથી થતું આ આયોજન આ વર્ષે પણ તારીખ 8મી ઓક્ટોબર અને 9મી ઓક્ટોબર એમ 2 દિવસ માટે યોજવાનું નક્કી કરાયું છે. જે માટે આયોજક દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપવામાં આવી હતી.
જેમાં ઉપસ્થિત ગરબા આયોજકો એવા સમીર પટેલ, રામકુમાર દવે ધર્મેશ પારડીવાલા અને યતિન શાહે જણાવ્યું હતું કે, વાપીના ચલા વિસ્તારમાં મોટા પા...