ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે ચાલી રહ્યો છે ઓઇલ-કેમિકલ સગેવગે કરવાનો મલાઈદાર ગોરખધંધો?
ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર આવેલ અછાડ ખાતે સેલવાસ, ગુજરાત, મહારાષ્ટ્રમાં આવેલ અનેક ઓઈલ કંપનીઓ, જેમાં ખાદ્ય ઓઇલ, અદ્યોગિક ઓઇલ તેમજ કેમિકલ સગેવગે કરવાનો ગોરખધંધો ચાલે છે. સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ અછાડ ખાતે વલસાડ જિલ્લાના અને પાલઘર જિલ્લાના ઓઇલ માફિયાઓ ગુજરાત થી મહારાષ્ટ્ર તરફ જતા આવતા ઓઈલના ટેન્કરમાંથી ચોરીછુપી કેટલુંક ઓઇલ કે કેમિકલ અલગ અલગ ડ્રમ માં ભરી તે ઓઇલ સેલવાસ, દમણ અને વાપીના ટ્રેડર્સ મારફતે વિવિધ કંપનીઓમાં સપ્લાય કરે છે.
સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ આ મલાઈદાર ધંધામાં વિપુલ, વિજય, સુનિલ, બદરુદ્દીન, અબ્રાર, શબ્બીર ખાન, જેવા નામચીન ઓઇલ ખેપિયાઓ આ ગોરખધંધો ચલાવી રહ્યા છે. હાલમાં જ આવા ગોરખધંધામાં સેલવાસ પોલીસે નરોલી માં એક સ્થળ પર રેઇડ કરી વાપી, સેલવાસ અને મહારાષ્ટ્ર ના નામચીન લોકોની ધરપકડ કરી હતી. જો કે તેમાં મુખ્ય સૂત્રધારો હાથ આવ્યા ના હોય આ ટોળકીએ થોડા દિવસ ભૂગર્ભમાં આશરો...