Tuesday, February 25News That Matters

Tag: Of the 5 teenagers from Vapi who took bath in Kolak river of one Death by drowning

કોલક નદીમાં ન્હાવા પડેલા વાપીના 5 કિશોરમાંથી એક નું ડૂબી જતાં મોત

કોલક નદીમાં ન્હાવા પડેલા વાપીના 5 કિશોરમાંથી એક નું ડૂબી જતાં મોત

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપીના કબ્રસ્તાન રોડ પર રહેતા કિશોરવય ના છ મિત્રો મંગળવારે બપોર બાદ ટુકવાડા પાસેથી પસાર થતી કોલક નદીમાં ન્હાવા માટે ગયા હતા. જેમાં બે મિત્રો ડૂબવા લાગતા એકને બચાવી લેવાયો હતો. જ્યારે એક કિશોર ડૂબી જતાં સ્થાનિક તરવૈયાઓ અને પોલીસની મદદથી મોડી રાત સુધી શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘટનામાં મળતી વિગતો મુજબ વાપીના કબ્રસ્તાન રોડ પર એપ્પલ પાર્કમાં રહેતો અને સેન્ટફ્રાન્સિસ સ્કૂલમાં અભ્યાસ કરતો 14 વર્ષીય ઈરફાન નિસાર ઈંદ્રિશ તેમના અન્ય મીત્રો એવા કબ્રસ્તાન રોડ પર મૃત્યુધામ એપાર્ટમેન્ટમાં રહેતા 17 વર્ષીય ફરીદ મુસ્તફા ઘાંચી, જનતા એપાર્ટમેન્ટમાં રહેતા 16 વર્ષીય મોહંમદ કમલ હુસેન, 15 વર્ષીય અરબાઝ ફિરોઝ ખાન, 13 વર્ષીય મોહંમદ જેદ સફિકઉલ્લા અને એપલ પાર્કમાં રહેતા 16 વર્ષીય સલીમખાન અબ્બુ મોહમ્મદ ખાન નામના મિત્રો સાથે કોલક નદીમાં ન્હાવા ગયા હતા. આ કિશોર વયના અને વાપીની અલગ અલગ શાળામા...