સરીગામની Macleods Pharmaceuticals કંપનીના MD ડૉ. રાજેન્દ્ર અગ્રવાલના 64માં જન્મદિવસે યોજાયો મેગા રક્તદાન કેમ્પ
વલસાડ જિલ્લાના સરીગામ ઔદ્યોગિક ઝોનમાં કાર્યરત Macleods Pharmaceuticals કંપની દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના MD ડૉ. રાજેન્દ્ર અગ્રવાલના 64માં જન્મ દિવસ નિમિત્તે આયોજિત આ રક્તદાન કેમ્પમાં સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહયોગમાં 700 બોટલ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ પાર પાડ્યો હતો.
સરીગામ ખાતે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના હોલમાં મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 700 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. જે અંગે મેકલોડસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના HR મેનજેર પી. સી. પાત્રોએ જણાવ્યું હતું કે, આ કંપનીમાં કામ કરતા દરેક કર્મચારીઓનો મનોભાવ છે કે "સર્વિસ ટૂ મેનકાઇન્ડ એન્ડ સર્વિસ ટૂ ગોડ" 'રક્તદાન એ મહાદાન છે'. એક બોટલ રક્ત કોઈના જીવનની રક્ષા કરી શકે છે. એટલે, મેકલોડસ કંપનીના MD ડૉ. રાજેન્દ્ર અગ્રવાલના 64માં જન્મદિવસે આ રક્તદ...