ન્યુ ઉમરગામ રેલવે સ્ટેશન LC ગેટ નંબર 67 ના ROB પર સ્ટીલ ગડરો ચઢાવવાનું કામ સંપન્ન, હવે IR ની કામગીરી ક્યારે…?
પશ્ચિમ રેલ્વેનાં મુંબઈ-દિલ્હી ટ્રંક રૂટનાં સંજાણ - ઉમરગામ રેલવે સ્ટેશન વચ્ચેનાં LC (લેવલ ક્રોસિંગ) ગેટ નંબર 67 નાં IR (ઈન્ડિયન રેલવે) ચેનેજ કિમી 246/2-4 પર ROB (રોડ ઓવરબેિજ) નું નિર્માણ થઈ રહ્યું છે. આ ROB નાં પુર્વ અને પશ્ચિમ ભાગને જોડવાં કોમ્પોઝિટ સ્ટીલ ગર્ડરની કામગીરી DFCCIL (ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિ.) નાં નેજા હેઠળ ચાલી રહી છે.પ્રથમ તબક્કામાં આ કોમ્પોઝિટ સ્ટીલ ગર્ડર, ROB પર બેસાડવાની કામગીરી DFCCIL નાં WDFC (વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરની રેલવે લાઈન પર કરી હતી. જ્યારે બીજા તબક્કાની કામગીરી IR નાં પશ્ચિમ રેલ્વે પર કરવામાં આવશે. જે કામગીરીમાં પેસેન્જર તથાં માલગાડી ટ્રેનો, પાવર બ્લોકનાં ચપેટમાં આવી શકે, પશ્ચિમ રેલવેની આવતી જતી કેટલીક ટ્રેનોનાં સમય પર અસર થવાની પણ સંભાવના છે.ડબ્લ્યુ.ડી.એફ.સી. નાં ન્યુ ઉમરગામ રેલવે સ્ટેશન નજીકનાં એલ.સી. ગેટ નં. 67, પર બનતો આર.ઓ...