
NHAI અને ખાતો નથી ખાવા દેતો નથીની સરકારે જ ટોલ ટેક્સના નામે આચર્યું કરોડોનું કૌભાંડ, ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો આકરો વિરોધ
દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં મુદત પૂરી થનાર ટોલ પ્લાઝા પર છેલ્લા એક વર્ષથી સરકાર અને નેશનલ હાઇવે આથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા 40 ટકા ટોલ લેવાને બદલે 100 ટકા ટોલટેક્સ લઈ મહિને 500 કરોડ જેટલા લૂંટી ટ્રાન્સપોર્ટરો અને અન્ય વાહન ચાલકો સાથે ધોખાધડી કરી હોવાના આક્ષેપ સાથે બગવાડા ટોલ નાકા પર આવેદનપત્ર આપી 21 દિવસમાં 40 ટકા ટોલ થી વધુ રકમ વસુલવામાં આવશે તો ચક્કાજામ સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી આપી છે.
વાપીમાં બગવાડા ટોલ પ્લાઝા ખાતે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ નવી દિલ્હી અને વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન સહિતના વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપી ટોલ પ્લાઝા પર વસુલતા ટોલ ટેક્સ અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં ગંભીર આક્ષેપ કર્યા હતા કે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે ટોલ પ્લાઝાની મુદત પૂરી થઈ ગઈ છે. અને હવે 100 ટકા ટેક્ષમાંથી માત...