
સેલવાસમાં PIB દ્વારા આયોજિત ‘વાર્તાલાપ’- રૂરલ મીડિયા વર્કશૉપમાં અખબારી પત્રકારોએ ડિજિટલ મીડિયાને લઈ બળાપો કાઢ્યો
કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના PIB(પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો) અમદાવાદ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ ખાતે રૂરલ મીડિયા વર્કશૉપ-વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિષય નિષ્ણાત અનુભવી વક્તાઓએ હાલમાં વધી રહેલા ડિજિટલ મીડિયાના પ્રભાવ અંગે તેમજ ફેક ન્યૂઝ પીરસતા ડિજિટલ પ્લેટફોર્મ અંગે મીડિયા કર્મીઓ સાથે ‘વાર્તાલાપ’ યોજી માર્ગદર્શન આપ્યું હતું. જો કે આ વાર્તાલાપમાં સેલવાસના અખબારી જગતના પત્રકારો, તંત્રીઓએ તેઓને પડતી મુશ્કેલીઓ અંગે બળાપો ઠાલવ્યો હતો. જેને કારણે ડિજિટલ મીડિયા પરના વાર્તાલાપનો મુદ્દો અખબારોને મળતી સરકારી જાહેરાતો, અખબારોની કોપી તરફ ફંટાઈ ગયો હતો.
કાર્યક્રમમાં સૌ પ્રથમ PIB, અમદાવાદના ADG પ્રકાશ મગદૂમ, સંસદ સભ્ય લાલુભાઇ પટેલ, ડેપ્યુટી કલેક્ટર ચાર્મિ પારેખ, ગુજરાતમિત્ર’ના વરિષ્ઠ પત્રકાર હનીફ મેહરી, ગુજરાત ગાર્ડિયનના વરિષ્ઠ પત્રકાર અશોક પટેલ, ડિજ...