
અંભેટીમાં પોલીસની ખોટી ઓળખ આપી અપહરણ કરી લઈ ખંડણી માંગી ધાડના ગુનાને અંજામ આપનાર ટોળકીના બે સભ્યોને LCB એ દબોચી લીધા
વલસાડ જિલ્લાના અંભેટી ગામના ખરેડા ફળીયામાં રહેતા મનીષભાઈ રણછોડભાઈ ધોડીયા પટેલના ઘરે 24મી માર્ચે હોળીના દિવસે પાંચ અજાણ્યા ઈસમો પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ઘરમાં ઘુસી ગયા હતાં. જેઓએ હોળીના તહેવારમાં ઉઘરાવેલ ફંડ ફાળાના રોકડા રૂપીયા તથા મોબાઈલ ફોનની લુંટ કરી હતી. તેમજ ફરીયાદી તથા તેના મિત્રને કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા બાદ મારી નાખવાની ધમકી આપી ખંડણીના પૈસા લઈ ફરીયાદીને રસ્તામાં ઉતારી ભાગી ગયેલ
આ બનાવ અંગે વલસાડ જીલ્લાના પોલીસ અધિકારી/કર્મચારીઓની ટીમો ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપીની સી.સી.ટી.વી. ફુટેજ આધારે તપાસમાં હતી. તે દરમ્યાન એલ.સી.બી વલસાડના પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે. એન. સોલંકીને બાતમી મળેલ કે નાનાપોંઢા પો.સ્ટે વિસ્તારમાં આવેલ અંભેટી ગામ ખાતે બનેલ ધાડના ગુનામાં સંડોવાયેલ ટોળકીના બે સભ્યો અંભેટી ગામ ખરેડા ફળીયા પંચનાથ મહાદેવના મંદિરની પાસે આવેલ કોલક નંદીના પુલ પાસે એક સિલ્વર કલરની અ...