Saturday, February 1News That Matters

Tag: New office of Bihar Welfare Association inaugurated in Vapi social useful work will be done in the office

વાપીમાં બિહાર વેલ્ફેર એસોસિએશનના નવા કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન, કાર્યાલયમાં સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવશે

વાપીમાં બિહાર વેલ્ફેર એસોસિએશનના નવા કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન, કાર્યાલયમાં સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવશે

Gujarat
વાપીના અમીધારા કોમ્પ્લેક્ષ ખાતે બિહાર વેલફેર એસોસિએશન દ્વારા તેમના નવનિર્મિત કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. બિહાર વેલફેર એસોસિએશનના પ્રમુખ વિપુલસિંગ, સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો, બિહારના સામાજિક આગેવાનો, વાપી VIA ના પૂર્વ પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે કાર્યાલયને ખુલ્લુ મુકવાનું હોય ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામે ભગવાન સત્યનારાયણની આરતી ઉતારી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ કાર્યાલય સમાજ ઉપયોગી કાર્યો માટે સદાય ઉપયોગી નીવડે તેવા આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યાલય ઉદ્ઘાટનના પ્રસંગે બિહાર વેલફેર એસોસિએશનના પ્રમુખ વિપુલ સિંઘે જણાવ્યું હતું કે બિહાર વેલફેર એસોસીએશન વાપીને વર્ષો બાદ પોતાના નવા કાર્યાલયની ભેટ મળી છે. નેશનલ હાઇવે નંબર 48 પર અમીધારા કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આવેલ આ કાર્યાલયમાં સમાજની મિટિં...