Wednesday, February 26News That Matters

Tag: Nargol Gram Panchayat arrests stray cattle and puts them in cowsheds initiates action against cattle owner

નારગોલ ગ્રામ પંચાયત દ્વારા રખડતા ઢોરને પકડી ગૌશાળામાં મુકવા સાથે પશુઓના માલિક સામે કાર્યવાહી શરૂ કરી

Gujarat, National
નારગોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં રખડતા ઢોરો ખેતી તેમજ રહેણાંક વિસ્તારમાં ભારે નુકસાન કરી રહ્યા છે. જેને અટકાવવા માટે ગ્રામ પંચાયત નારગોલ દ્વારા ઇરાદાપૂર્વક ઢોરોને છોડી મૂકનારા ઢોર માલિકો સામે કડક પગલાં ભરવાની કાર્યવાહી શરૂ કરી છે.  પંચાયત વિસ્તારમાં જાનમાલને નુકસાન કરતા હોય તેમજ ઢોરો જાહેર માર્ગ ઉપર અડિંગો જમાવી બેઠેલા હોવાથી અનેક નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે. આવા ઢોરો કસાઈ દ્વારા ચોરી થવાની ઘટના પણ ઉમરગામ તાલુકામાં અનેક બનતી હોય છે. જાહેર માર્ગ ઉપર ઢોરોની તથા ગ્રામજનોની સલામતી તેમજ ઢોરો દ્વારા ખેતીમાં થતું નુકસાન અટકાવવા ઢોરોને છૂટા મુકનારા ઢોર માલિકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. ગામમાં રખડતા પશુઓ ગામના સ્વયંસેવકો, ગ્રામ મિત્રોની મદદથી પકડી પાડી ગૌશાળા પાંજરાપોળ મોકલવાની કાર્યવાહી પણ પંચાયતે શરૂ કરી છે, જેના ભાગરૂપે તારીખ 15 નવેમ્બરને બુધવારના રોજ નારગોલ વ...