વાપી સહિત વલસાડ જિલ્લામાં આવેલ ઈદગાહ અને મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ‘ઈદ-ઉલ-ફિત્ર’ની નમાઝ અદા કરી
ઈસ્માલ ધર્મના પવિત્ર રમઝાન માસના કઠીન રોજા સાથે અલ્લાહની ઈબાદત પૂર્ણ કર્યા બાદ સોમવારે ઈદના ચાંદના દીદાર કરી મંગળવારે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-ઉલ-ફિત્રની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વાપી સહિત વલસાડ જિલ્લામાં આવેલા ઈદગાહ પર તેમજ મસ્જિદોમાં વહેલી સવારે ખાસ નમાઝ અદા કરી હતી. આ પ્રસંગે એકબીજાને ઇદની મુબારક બાદી આપી દેશમાં એકતા-ભાઈચારો કાયમ રહે દેશ વિકાસના પંથે આગળ વધે તેવી દુઆ કરી હતી.
અલ્લાહની બંદગીના પવિત્ર રમજાન માસના 30 રોજા પૂરા થયા બાદ મંગળવારે ઈદ-ઉલ-ફિત્ર (રમજાન ઈદ)ના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ મંગળવારે સવારે ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરી હતી. નમાજ બાદ એેકબીજાને ગળે લગાડી પરસ્પર ઈદની મુબારકબાદી પાઠવી હતી. વાપીમાં ટાઉન વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં અને ઈદગાહમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદ...