Friday, January 31News That Matters

Tag: MPs presentation to Energy Minister against unbearable power tariff hike in Union Territory DNH

સંઘપ્રદેશ DNH માં અસહ્ય વીજ દર વધારા સામે સાંસદની ઊર્જા મંત્રીને રજૂઆત

Gujarat, National
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવમાં પ્રશાસન દ્વારા વીજ વિભાગનું ખાનગીકરણ કરી ટોરેન્ટ પાવરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે બાદ ખાનગી કંપનીએ વીજ વધારા સાથે સરચાર્જ અને એફપીપીસીએનો વધારાનો બોજ વીજ ગ્રાહકો પર ઝીંકી દીધો છે. જેને લઈને દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરે કેન્દ્રીય ઊર્જા મંત્રી આર.કે.સિંહને રજૂઆત કરી વિજગ્રાહકોના માથેથી વીજદરનો ભાર હળવો કરાવવાની માગ કરી છે. સાંસદ કલાબેન ડેલકરે ઊર્જા મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી બાહુલ આદિવાસી વિસ્તાર છે. અહીં પ્રજાના ઉત્થાન માટે અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા વેપારી સંસ્થાન અને નાના મોટા ઉદ્યોગોને ઓછા દરે વીજળી આપવામાં આવતી હતી. પરંતુ હાલમાં વીજ વિભાગનું ખાનગીકરણ કરી ટોરેન્ટ પાવર નામની કંપનીને કોન્ટ્રાક્ટ સોંપાતા હવે ઘરેલૂ વીજ વપરાશ તેમજ ઔદ્યોગિક અને ખેતી સહિત દરેક વીજદરમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ...