ધસમતા નદીના પ્રવાહમાં કોઝવે ડૂબી જતાં વાહનચાલકોએ જીવના ઝોખમે પસાર થવું પડે છે. સ્મશાનના લાકડા પણ પુરમાં તણાઈ જાય છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા સહિત અનેક વિસ્તારમાં આજે પણ આવાગમનના મુખ્ય માર્ગો પર ચોમાસા દરમ્યાન નદીના ધસમસતા પાણી ફરી વળે છે. બેઠા ઘાટના કોઝવે પરથી વાહનચાલકો એ જીવ ના જોખમે પસાર થવું પડે છે. તો, મોટેભાગે નદી કિનારે જ સ્મશાન હોય ભારે વરસાદના પુરમાં મૃતદેહને અગ્નિસંસ્કાર આપવા રાખેલા લાકડાઓ, તો, ક્યારેક અગ્નિસંસ્કાર સમયે આવતી રેલ મૃતદેહ અને લાકડાને પણ તાણી જાય છે. જો કે આવી સમસ્યા વર્ષોથી છે. તેમ છતાં તેંનો નિવેડો લાવવા વિકાસના બણગાં ફૂંકતા નેતાઓ કે વહીવટીતંત્ર આગળ આવતું નથી.
ગુજરાત વિકાસના પંથે દૌડ લગાવી રહ્યું છે. વાપી જેવી ઔદ્યોગિક વસાહતમાં ધમધમતા ઉદ્યોગો રોજગારીની નવી તકો પુરી પાડી રહ્યું છે. રાજ્યનો દરેક નાગરિક ઉત્તમ સુવિધા મેળવતો થયો છે. નેતાઓની આવી અનેક વાતોનો છેદ ઉડાડતા ઉદાહરણો વાપીથી માત્ર 20 કિલોમીટર દૂર સામે આવી રહ્યા છે. વાપીથી અંદાજિત 20 કિલોમીટર દૂર મોટા પોન્ઢા ગામ જ...