નામધા ગ્રામપંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર, સરપંચે સમર્થકો સાથે મળી હોબાળો મચાવ્યો
સોમવારે નામધા ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ અને તેના બે સભ્યોએ સમર્થકો સાથે પહોંચી હંગામો મચાવ્યો હતો. ઘટના અંગે વાપી ટાઉન પોલીસને જાણ કરતા સુરક્ષા સલામતીના ભાગરૂપે 20થી વધુ પોલીસ જવાનોને ઘટના સ્થળે પહોંચી શાંતિ સ્થાપવા પ્રયાસ કર્યો હતો. તો, હંગામો મચાવતા સરપંચ સામાન્ય સભામાં હાજરી નહીં આપતા ઉપસરપંચ અનિતાબેન સતિષભાઈ પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં 6 સભ્ય દ્વારા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હતી.
વાપી તાલુકાના નામધા ગામે ગ્રામ પંચાયતના આઠ સભ્યો પૈકી છ સભ્યોએ સરપંચ વિરુદ્ધ ગત 19મી જાન્યુઆરી 2023ના રોજ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જે સંદર્ભે પંચાયતના સરપંચ વર્ષાબેન પટેલ દ્વારા 15 દિવસમાં સામાન્ય સભા બોલાવવામાં નહિ આવતા. વાપી તાલુકા વિકાસ અધિકારી સરજુભાઈ જેઠવા દ્વારા તારીખ 7મી ફેબ્રુઆરી 2023 ના ગ્રામ પંચાયતના તલાટીને પત્ર લખી 13મી ફેબ્રુઆરીએ સામાન્ય ...