વલસાડ જિલ્લામાં રક્તની ઘટ પુરવા મોરાઈ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની અનોખી પહેલ દર મહિને એકત્ર કરશે રક્ત
વાપીમાં મોરાઈ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (MIA) દ્વારા વલસાડ જિલ્લામાં રક્તની તંગી નિવારી, જિલ્લાની બ્લડ બેંકમાં પૂરતું રક્ત મળી રહે તે માટે 2 ઉદ્યોગો માં દર મહિને 200 યુનિટ આસપાસ રક્ત એકત્ર કરવાની અનોખી પહેલ કરી છે. જે અંતર્ગત શનિવારે મોરાઈ સ્થિત અમીગો ઇન્ડસ્ટ્રીઝ અને વેલસ્પન ઇન્ડિયા હોમ ટેકસ્ટાઇલ ખાતે રક્તની જરૂરિયાતને પહોંચી વળવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈ સહિતના રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓએ ઉપસ્થિત રહી રક્તદાતાઓનું સન્માન કર્યું હતું.
આ અનોખી પહેલ અંગે અમીગો ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન અને MIA ના જોઈન્ટ સેક્રેટરી કનૈયા અગ્રવાલે અને ડાયરેકટર યશ અગ્રવાલે જણાવ્યું હતું કે, MIA સાથે જોડાયેલ ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં કામદારો કામ કરે છે. જેઓ રક્તદાન કરવા આગળ આવે અને તેના થકી વલસાડ જિલ્લાના રક્તદાન કેન્દ્રમાં ઉભી થતી લોહીની તંગી નિવારી દર્...