કપરાડામાં મોદીનો ચૂંટણી પ્રચાર ‘A ફોર આદિવાસી’ અને ‘આ ગુજરાત મારુ છે’ ના નવા મોદીમંત્ર સાથે ગજાવી ચૂંટણી જનસભા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડના કપરાડા તાલુકાના નાનાપોન્ઢા ખાતે પ્રથમ ચૂંટણી લક્ષી જાહેર સભાને સંબોધન કર્યું હતું. નાનાપોન્ઢાના જંગલ મંડળી મેદાન ખાતે આયોજિત ભાજપની ચૂંટણીલક્ષી જાહેરસભામાં વડાપ્રધાન મોદીએ 'A ફોર આદિવાસી' અને 'આ ગુજરાત મારુ છે' ના નવા સૂત્ર સાથે ઉપસ્થિત જનમેદની ને સંબોધન કરી ગુજરાતમાં ફરી એકવાર ભાજપને જીત અપાવવા અને ગુજરાતને વિકાસની ઉંચાઈએ લઈ જવા અપીલ કરી હતી.
ગુજરાતને બદનામ કરવાના પ્રયાસો કરનારાઓને ગુજરાતની જનતાએ વાળી-ચોળીને સાફ કરી નાખ્યા છે. ગુજરાતને બદનામ કરનારી ટોળકીને ગુજરાતની જનતા પારખી ગઈ છે. ગુજરાતમાં માત્ર કમળ જ ઉમેદવાર છે. ગુજરાતને ગુજરાતની જનતાએ ગુજરાત બનાવ્યું છે. ગુજરાતીઓના સહકારથી જ ગુજરાત પ્રગતિ કરે છે. ગુજરાતને સમૃદ્ધિના પંથે લઈ જવામાં મદદ કરી રહ્યા છે. આવા અનેક તીખા વાકબાણ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત...