
MockDrill :- સરીગામમાં કોરમંડલ ઇન્ટરનૅશનલમાં અમોનિયા ગેસ લીકેજ થતા તેને કંટ્રોલ કરવા પ્રયાસ
8 મી જૂનના વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આવેલી કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ ખાતે ડિસ્ટ્રીક્ટ ક્રાઈસીસ ગૃપ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી થઇ શકે તેનો લાઈવ સિનારિયો ઉભો કરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટનાઓના કારણે ઊભી થતી ઇમરજન્સીને પહોંચી વળવા માટે સમયાંતરે મોકડ્રીલ યોજવામાં આવે છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અને વલસાડ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય દ્વારા કોરોમંડલ ઇન્ટરનેશનલ લિ., સરીગામ ખાતે ઑફ સાઈટ ઇમરજન્સી પ્લાનનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
ફેક્ટરીમાં રહેલા અમોનિયા ગેસ ટેન્કની પાઇપની ફ્લૅજમાંથી અમોનિયા ગેસ લીકેજ થતા તેને કંટ્રોલ કરવા માટે કોરોમંડલ ઇન્ટરનૅશનલ લિ. ની જુદી જુદી ટિમો દ્વારા પ્રયત્ન...