શાકભાજી માર્કેટમાં દબાણ દૂર કરવા ગયેલ વાપી પાલિકાની ટીમ પર ટોળાનો પથ્થરમારો, JCB ને નુકસાન, ચારેક કર્મચારીઓને સામાન્ય ઇજા
વાપીમાં નગરપાલિકા નજીક આવેલ શાકભાજી માર્કેટમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા ગયેલ પાલિકાની ટીમ પર વેપારીઓએ પથ્થરમારો કરતા 4 જેટલા કર્મચારીઓને સામાન્ય ઇજા પહોંચી હતી. JCB ને નુકસાન પહોંચાડ્યું હતું. હુમલો કરનારા ફરાર થઇ ગયા હોય પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વાપીની શાકભાજી માર્કેટમાં 20 મીટર RCC રોડ બનાવવાની કામગીરી માટે સરકારી જમીન પરના દબાણને ખુલ્લું કરવા ગયેલી નગરપાલિકાની ટીમ પર શાકભાજી વેંચતા વેપારીઓએ, ફેરિયાઓએ પથ્થરમારો કર્યો હતો. જેની જાણ વાપી ટાઉન પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે તે સમયમાં પથ્થરમારો કરનાર 15થી વધુ લોકો ફરાર થઈ ગયા હતાં.
ઘટના અંગે વાપી નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના બાંધકામ શાખાના ટેક્નિકલ રાજેશ સૂર્યવંશીએ વિગતો આપી હતી કે, વાપી નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટમાં 20 મીટરનો RCC રોડ બનાવવાનો હોય,...