Sunday, December 22News That Matters

Tag: MLA Patkar held a review meeting in Vapi regarding the development works as the assembly elections are approaching

વિધાનસભા ચૂંટણી નજીક આવતી હોય ધારાસભ્ય પાટકરે વિકાસના કામોને લઈ વાપીમાં સમીક્ષા બેઠક યોજી

વિધાનસભા ચૂંટણી નજીક આવતી હોય ધારાસભ્ય પાટકરે વિકાસના કામોને લઈ વાપીમાં સમીક્ષા બેઠક યોજી

Gujarat, National
વિધાનસભા ચૂંટણી 2022 ના હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ચૂંટણી આચારસંહિતા લાગે તે પહેલાં વિકાસના કામોના ખાતમુહરત લોકાર્પણ કરી વિકાસના કામોને વેગ આપવા ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકરે તેમના મત વિસ્તારમાં પેન્ડિંગ વિકાસના કામોને પુરા કરી શકાય તેવા આશયથી વાપી સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી ચર્ચા કરી હતી. વાપીના નગરપાલિકાનો ડુંગરા વિસ્તાર, ચણોદ ગ્રામ પંચાયત અને નોટિફાઇડ વિસ્તાર ઉમરગામ મત વિસ્તારમાં આવે છે. હાલ આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત થઈ શકે છે. ચૂંટણી આચારસંહિતા લાગુ પડી શકે છે. જેને ધ્યાને રાખી આ વિસ્તારના ટલ્લે ચડેલા વિકાસના કામોની વહીવટી મંજૂરી મેળવવા તેમજ ગતિમાં રહેલા કામો કેટલા સમયમાં પુરા થશે તે અંગે ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે વાપીમાં સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. ...