
ફટાકડા ભરેલ કન્ટેઇનરમાં આગ લાગી હોવાનું સમજી ગભરાયેલા લોકોએ બિયર સમજી હેન્ડ વૉશ-પરફ્યુમની લૂંટ ચલાવી
ગત રાત્રે 10 વાગ્યા આસપાસ વલસાડના પારડી તાલુકાના મોતીવાડા ગામ પાસે નેશનલ હાઈવે નંબર 48 ઉપર હરિયાણા જતા એક કન્ટેઇનરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ અન્ય વાહન ચાલકોએ કન્ટેઇનર ચાલકને કરતા કન્ટેઇનર ચાલકે કન્ટેઇનર હાઈવેની સાઈડ ઉપર બહાર નીકળી ગયો હતો. લોકોએ તાત્કાલિક પારડી ફાયર ફાઇટર અને પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પારડી ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
કન્ટેનઇરમાંથી બ્લાસ્ટ થતા મુંબઇ અમદાવાદ હાઇવે સુરક્ષાના ભાગ રૂપે બંધ કરવામાં આવ્યો હતો. આગની વિકરાળ જ્વાળાઓ જોતા વાપીથી પણ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડે એકાદ કલાકની મહેનત બાદ બાદ ઉપર કાબુ મેળવ્યો હતો.
બિયર સમજી બિયર કંપનીના હેન્ડ વોશ, પરફ્યુમ, સેનેટાઇઝરની લૂંટ ચલાવી.......
જો કે આગની ઘટનામાં રાત્રી દરમ્યાન આગની જ્વાળા સાથે ફટા...