Foxconn India એપલ આઇફોન પ્લાન્ટમાં પરિણીત મહિલાઓને કામ કરવાની મંજૂરી ન હોવાના મીડિયા અહેવાલોનો શ્રમ અને રોજગાર મંત્રાલયે રિપોર્ટ માંગ્યો
શ્રમ અને રોજગાર મંત્રાલયે વિવિધ મીડિયા અહેવાલોની નોંધ લીધી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે Foxconn India એપલ આઇફોન પ્લાન્ટમાં પરિણીત મહિલાઓને કામ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આ અહેવાલોના પ્રકાશમાં, મંત્રાલયે તમિલનાડુ સરકારના શ્રમ વિભાગ પાસેથી વિગતવાર અહેવાલની વિનંતી કરી છે.સમાન મહેનતાણું અધિનિયમ, 1976ની કલમ 5 સ્પષ્ટપણે જણાવે છે કે પુરૂષ અને મહિલા કામદારોની ભરતી કરતી વખતે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં. આ અધિનિયમની જોગવાઈઓના અમલીકરણ અને વહીવટ માટે રાજ્ય સરકાર પાસે યોગ્ય સત્તા હોવાથી રાજ્ય સરકાર પાસેથી અહેવાલ માંગવામાં આવ્યો છે.
તે જ સમયે, પ્રાદેશિક મુખ્ય શ્રમ કમિશનરની કચેરીને પણ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયને વાસ્તવિક અહેવાલ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 25 જૂનના રોઈટર્સ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જણાવાયું હતું કે સ્માર્ટફોન ઉત્પાદકે તમિલનાડુમાં ચેન્નાઈ શહ...