રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરીએ કપરાડાની ઘોટણ અને દિક્ષલ બંને ગામની શાળા અને આંગણવાડીમાં કુલ 100 બાળકોને પ્રવેશ કરાવ્યો
પ્રાથમિક શિક્ષણમાં 100 ટકા નામાંકન થાય અને કન્યા કેળવણીના ધ્યેયને સિધ્ધ કરવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પાણી પુરવઠા, મત્સ્યોદ્યોગ અને કલ્પસર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્તે ઘોટણ પ્રાથમિક શાળામાં ધો. 1માં 47 અને આંગણવાડીમાં 6 બાળકો જ્યારે દિક્ષલ પ્રાથમિક કેન્દ્ર શાળામાં ધો. 1માં 42 બાળકો અને આંગણવાડીમાં 5 બાળકોનો કુમકુમ તિલકથી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
રાજય સરકારે ખાનગી શાળાઓ કરતા પણ સારી સુવિદ્યાઓ ઉપલબ્ધ કરી રહી છે.વૈજ્ઞાનિક ઢબે ખેતીવાડીથી માંડીને નોકરી ધંધામાં શિક્ષણ ખૂબ જ જરૂરી બન્યું છે. જેથી શિક્ષણની ભૂખ સંતોષવા માટે શાળામાં લાઈબ્રેરી પણ બનાવવામાં આવશે. અસ્ટોલ યોજના સાકાર થતા દરેક ઘરે ઘરે પાણી પહોંચી રહ્યું છે તેમ સિંચાઈ માટે પણ કપરાડા તાલુકામાં પાણી મળી રહે તેવા પ્રયાસ ગુજરાત સરકાર કરી રહી ...