ગેરકાયદે ચાલતા ઓઈલના કાળા કારોબારના અડ્ડા પરથી ઓઇલને બદલે દૂધ મળ્યું, સેલવાસ ક્રાઈમ બ્રાન્ચે 28.60 લાખના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ કરી
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે નરોલી, વડ ફળિયા ખાતે ગેરકાયદેસર ચાલતી ઓઇલની હેરાફેરીનો પર્દાફાશ કરવા દરોડો પાડ્યો હતો. દરોડામાં ઓઈલના જથ્થાને બદલે 40 હજાર લિટર દૂધ મળી આવ્યું હતું. પોલીસે કુલ 28,60000 નો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જો કે ઓઈલના કાળા કારોબારના અડ્ડા પરથી ઓઇલની બદલે મોટી માત્રામાં દુધ અને લોખંડના સળિયા મળતા આ દરોડને સફળ માનવો કે બગાસું ખાતા પતાસું મળ્યાનો એહસાસ કરવો એ મૂંઝવણ વચ્ચે સેલવાસ પોલીસે મહત્વની સફળતા ગણાવી છે.
દાદરા નગર ક્રાઈમ બ્રાન્ચે નારોલી ખાતે ગેરકાયદેસર ચાલતી ઓઈલ ટ્રાન્સપોર્ટેશન પ્રવૃતિઓનો પર્દાફાશ કરી આરોપી (1) ક્રિષ્ના કાલુ નાગરી, ઉમર 42 વર્ષ R/o. ભસ્તા ફળિયા, સિલ્વાસા (2) ઈશ્વર નાથુજી ચંદેલ, વય 42 વર્ષ R/o. વડ ફળિયા, નરોલી અને (3) કિરણસિંહ જસવંતસિંહ રાજપૂત વય 54 વર્ષ R/o. બ્રાહ્મણપાડા, નંદીગામ, તલવાડ...